/connect-gujarat/media/post_banners/9e494fdcacb1f01dd39a848b72d5d2de4d661c879a08ca34bfd3fe385214bc1b.jpg)
વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ચોરી કરવાના ઇરાદે 2 રીઢા ઘરફોડિયાઓએ મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે અચાનક પોલીસ આવી જતાં તસ્કરોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જોકે, હુમલા બાદ એક તસ્કર પોલીસના હાથે ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય એક તસ્કર ત્યાથી નાસી છૂટ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના ખાટીવાવ રોડ પર આવેલ જી.પી.ઓ.ની ગલીમાં દેતેશ્વર વિસ્તારમાં રહેતા 2 રીઢા ઘરફોડિયા ચોર જોગીન્દરસિંઘ સિકલીગર તથા તિલકસિંઘ સિકલીગર ચોરી કરવાના ઇરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો. દરવાજાના નકુચા તોડવાના સાધનો સાથે બન્ને એક બંધ મકાનના લોખંડના દરવાજાનો નકુચો તોડી રહ્યા હતા. જોકે, રાવપુરા પોલીસ મથકના એ.એસ.આઈ. સલાઉદ્દીન મલેક તથા એલ.આર.ડી. સુનિલ મકવાણા નાઇટ પેટ્રોલિંગમાં હતા. આ બન્ને પોલીસ કર્મચારી જી.પી.ઓ. પાસેથી પસાર થતા હતા. તે દરમ્યાન તેઓને કંઇક તોડવાનો અવાજ આવતાં ત્યાં તરફ જઈને તપાસ કરતાં બન્ને ઘરફોડીયાઓ દરવાજાનો નકુચો તોડી રહ્યા હતા, ત્યારે બન્ને ઘરફોડીયાઓએ દરવાજા તોડવાના સાધનોથી પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસકર્મીઓને માથા તથા છાતીના ભાગે ઇજા પહોચી હતી. જોકે, પોલીસ અને ઘરફોડીયા વચ્ચે થયેલ ઝપાઝપીમાં જોગીન્દરસિંઘ સિકલીગર ઝડપાય ગયો હતો, જ્યારે અન્ય તિલકસિંઘ સિકલીગર ત્યાથી નાસી છૂટ્યો હતો, ત્યારે હાલ તો ફરાર થયેલ ઘરફોડીયાની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.