વડોદરા : જામ્બુવા બ્રિજ પર ડમ્પરચાલકે એકસાથે બે બાઇક સહિત 1 કારને અડફેટે લીધી, બેનાં ઘટના સ્થળે જ મોત

બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજયા

New Update
વડોદરા : જામ્બુવા બ્રિજ પર ડમ્પરચાલકે એકસાથે બે બાઇક સહિત 1 કારને અડફેટે લીધી, બેનાં ઘટના સ્થળે જ મોત

વડોદરા નજીક નેશનલ હાઈવે ઉપર જામ્બુવા બ્રિજ ઉપર આજે સવારે બે મોટર સાઇકલ, કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બે વ્યક્તિઓના મોત નીપજયા હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતના પગલે હાઇવે પરનો ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો .

મળતી માહિતી મુજબ, જામ્બુવા બ્રિજ ઉપર આજે સવારે એક ડમ્પરે બે બાઇક સવારોને અડફેટમાં લીધા હતા. તેની સાથે એક કારચાલકને પણ અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા એક મહિલા એક પુરુષ સહિત ત્રણ વ્યક્તિઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં બે વ્યક્તિઓના સ્થળ પર મોત નિપજયા હતા. આ બનાવને પગલે વડોદરા સુરત અને સુરતથી વડોદરા તરફ હાઇવે માર્ગ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.બનાવની જાણ થતાં જ મકરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગળની તજવીજ હાથ ધરી છે.