Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે થઈ અથડામણ…

વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે

X

વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ ઉપર ખુરશીઓ તોડી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો. આ સમયે કોઇક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું, અને 2 કોમના ટોળા સામસામે આવી ગયા હતા, અને ઝપાઝપી થઈ હતી. 2 જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા વ્યક્તિને ઇજા પહોચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતાં ખુરશીઓની પણ તોડફોડ થઈ હતી. ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી, અને સમગ્ર મામલાના થાળો પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Next Story