વડોદરા: સ્થાનિકો દ્વારા બનાવાયેલ જોખમી બ્રિજ તંત્ર દ્વારા તોડી પડાયો, લોકોએ નોંધાવ્યો વિરોધ

તાજેતરમાં મોરબી ઝુલતા પુલની દુઃખ ઘટના સર્જાઈ હતી ત્યારે વડોદરા મનપા દ્વારા આ ઘટનાથી બોધપાઠ લઈને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

New Update
વડોદરા: સ્થાનિકો દ્વારા બનાવાયેલ જોખમી બ્રિજ તંત્ર દ્વારા તોડી પડાયો, લોકોએ નોંધાવ્યો વિરોધ

તાજેતરમાં મોરબી ઝુલતા પુલની દુઃખ ઘટના સર્જાઈ હતી ત્યારે વડોદરા મનપા દ્વારા આ ઘટનાથી બોધપાઠ લઈને તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. વડોદરા મનપા દ્વારા સ્થાનિકોએ બનાવેલ પગદંડી પુલને તોડવાની પ્રક્રિયા હાથધરી હતી.

વડોદરા શહેરના કૃષ્ણનગરના લોકોએ વિશ્વામિત્રી નદી પર ઝુલતો પુલ બનાવ્યો હતો. વિશ્વામિત્રીના નાળા પર આ પુલ ઉભો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આસપાસ વસ્તુઓ લાવીને અને ભંગારની વસ્તુઓ ભેગી કરીને આ પુલને બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ પુલ ખુબ જ જોખમી હોવાને કારણે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરાનમાં કૃષ્ણનગરના લોકોએ વિશ્વામિત્રી નદી પર બનાવેલા જોખમી પુલને દુર કરવાની કામગીરી આજે મહાનગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.નોંધનીય છે કે મોરબી ઝુલતા પુલની ઘટનાને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ આવેલા પુલની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. જેને પગલે વડોદરામાં પણ પાલિકા દ્વારા શહેરના તમામ પુલની ચકાસણી કરવામાં આવી રહી છે. અને નાગરવાડા વિસ્તારના કૃષ્ણનગરમાં આવેલા જોખમી પુલને તોડી પાડવાની કાર્યવાહી કરાવમાં આવી રહી છે. આજે વડોદરા મનપાની ટીમ કૃષ્ણનગર ખાતે પહોંચી હતી. જ્યાં સ્થાનિકોના વિરોધ વચ્ચે પુલ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મનપા દ્વારા પોલીસ અને ફાયર વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવ્યા હતા.

Latest Stories