/connect-gujarat/media/post_banners/0e8fbb769fe97fda0836a851114e2610b49b854339d8791ee7c33d68d2cade47.jpg)
વડોદરામાં ઓનલાઇન ગેમ રમવાની લ્હાયમાં દેવું થઈ જતા બે સંતાનોના પિતાએ ગળેફાંસો લાગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે વડોદરા શહેરના રિફાઇનરી રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મયુરભાઈ ઉમેશસિંહ મહિડા જીઓ ડાયનેમિક કંપનીમાં નોકરી કરે છે.જેઓને ઓનલાઇન ગેમ રમવાનો ખુબ જ શોખ હતો.આ ગેમ રમતા રમતા મયુરભાઈને દેવું થઈ જતા બાકી લેણદારોએ ઉઘરાણી શરૂ કરી હતી.જેથી માનસિક રીતે આવેશમાં આવી જઈ મયુર મહિડાઢાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવા દોરી ટૂંકાવી લીધી હતી.
બનાવ અંગે ગોરવા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હાલ તો પોલીસે આપઘાત કરનાર મયુર મહિડા પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.જેમાં તેણે લોન ભરપાઈ કરી દીધી હોવા છતાં પણ કેટલાક ઈસમો તેને મોબાઈલ ફોન પર ધમકી આપી અને તેના ડોક્યુમેન્ટનો દૂર ઉપયોગ કરવા સાથે સોશિયલ મીડિયામાં તેને બદનામ કરી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કર્યો છે.આ સમગ્ર મામલે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી સ્યુસાઇડ નોટ કબ્જે કરી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.