/connect-gujarat/media/post_banners/668c7accab528c120bc3985e653b23f2578f15cf45458415e6fe9426b04440c7.jpg)
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારના મકાનમાં ધડાકાભેર સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવના પગલે સોસાયટી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા જ વડોદરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો. વડોદરા ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ તાત્કાલિક ધોરણે પાણીગેટ અને ગાજરાવાડીની ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી સ્થિતિને કાબુમાં લીધી હતી. સાથે જ ઘરમાં કુલ 3 ગેસના સિલિન્ડર મળ્યા છે, અને આગ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.