Connect Gujarat
વડોદરા 

વડોદરા: ઈલેક્ટ્રીક કેબલની દુકાનમાં આગ ફાટી નિકળતા દોડધામ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

વડોદરા શહેરના ન્યુ રોડ સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઈલેક્ટ્રીક કેબલની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

X

વડોદરા શહેરના ન્યુ રોડ સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઈલેક્ટ્રીક કેબલની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

વડોદરા શહેરના ન્યાય મંદિર નજીક આવેલા ન્યુ રોડ તરીકે ઓળખાતા હાર્ડવેર તેમજ ઈલેક્ટ્રીક સાધનોના બજારમાં ગત મોડી રાત્રે ઇલેક્ટ્રીક વાયરો અને સાધનોની દુકાનના બે માળના ઇમારતમાં આગ લાગવા પામી હતી જોજ જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની ઇમારતોમાંથી પણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઘટનાની જાણ મેયર કેયુર રોકડિયા અને ડેપ્યુટી મેયર નંદા જોશીને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે જે સ્થળે આગ લાગી હતી એ વિસ્તાર ખૂબ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જો અહીં આગ પર કાબુ મેળવવામાં સહેજ પણ મોડું થયું હોત તો આસપાસની અન્ય ઇમારતો પણ આગની ઝપેટમાં આવી જતી. જોકે ફાયરબ્રિગેડની સમયસૂચકતાને કારણે આસપાસની ઇમારતોમાં સામાન્ય નુકશાન થવા પામ્યું છે. જેને પગલે મોટી હોનારત થતા અટકી છે.

Next Story