વડોદરા : સયાજી હોસ્પિટલના ENT વિભાગના ACમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી

વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી.

New Update

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલના ENT વિભાગના ઓપરેશન થિયેટરમાં અચાનક આગ ફાટી નીકળતા સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ENT વિભાગના ACમાં લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા

જ્યાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કેશોર્ટ સર્કિટના કારણે ACમાં બ્લાસ્ટ થતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જોકેઆગના બનાવના પગલે દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતોઅને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા.

#સયાજીહોસ્પિટલ #AC #વડોદરા #AAG #બ્લાસ્ટ #ENT વિભાગ
Here are a few more articles:
Read the Next Article