Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાદરામાં ઇટોના ભઠ્ઠા નજીક રહેતા શ્રમજીવીના ઝૂપડામા લાગી આગ, એકનું મોત

વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી.

વડોદરા : પાદરામાં ઇટોના ભઠ્ઠા નજીક રહેતા શ્રમજીવીના ઝૂપડામા લાગી આગ, એકનું મોત
X

વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં પિતા-પુત્રીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી. જેમાં બે વર્ષની માસુમ બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં કરુણ મોત નિપજયું હતું.

પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોનો ભઠ્ઠો આવેલો છે. આ ઇટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા શ્રમજીવીઓ ઈંટોના ભઠ્ઠાની બાજુમાં આવેલી ખૂલ્લી જગ્યામાં ઝુપડાઓ બાંધીને રહે છે. જેમાં મૂળ યુ.પી.ના વતનીઆશિષકુમાર જાવટ પરિવાર સાથે ઝૂપડું બાંધીને રહે છે. મોડી સાંજે તેઓ તેમની બે વર્ષની પુત્રી સાથે ઝૂંપડામાં હાજર હતા.

તે સમયે ઝૂપડામા સળગાવેલ ચુલામાં લટકતું પ્લાસ્ટિક પડી જતા પ્લાસ્ટિકના કારણે આગ ફાટી નીકળી હતી. જેમાં આશિષભાઇ પગમાં દાઝી ગયા હતા અને તેમની બે વર્ષની પુત્રી પણ પ્લાસ્ટિક શરીર ઉપર પડવાના કારણે કપડાં આગની લપેટમાં આવી જતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી. બે વર્ષની બાળકીને 108 એમ્બ્યુલન્સમાં પ્રથમ વડુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વડોદરા સયાજી હોસ્પિટલમાં બે વર્ષની બાળકી રેતીનું સારવાર દરમિયાન કરુણ મોત દીધી હતું. મજાચણ ગામની સીમમાં આવેલા ઈંટોના ભઠ્ઠામાં બનેલી આ ઘટનાને પગલે ઈંટોના ભઠ્ઠા ઉપર રહેતા શ્રમજીવીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. તો બીજી બાજુ વાડુ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Next Story