વડોદરા : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં વિધર્મીએ કરી ચા-લારી ધારકની હત્યા : પોલીસ

વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો

New Update
વડોદરા : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં વિધર્મીએ કરી ચા-લારી ધારકની હત્યા : પોલીસ

વડોદરા નજીક આવેલ પોર જીઆઇડીસીમાં ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા વ્યક્તિને અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ વિધર્મી હત્યારાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા નજીક આવેલા વરણામા ગામના વતની અને હાલ પોર રમણગામડીના રહેવાસી 45 વર્ષીય જયેશ પરમાર પોર જીઆઇડીસીમાં સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા હતા, અને જીઆઇડીસીમાં જ ચાની લારી ચલાવતા હતા. ગત સોમવારે વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ જયેશ પરમારને મોતને ઘાટ ઉતારનાર મૂળ વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતા 30 વર્ષીય વિધર્મી યુવક રમીઝરાજા હનીફમહંમદ દાયમાની ધરપકડ કરી હતી.

સમગ્ર મામલે વરણામા પોલીસ મથકના પી.એસ.આઇ. બી.એન.ગોહિલે જણાવ્યું હતું કે, જયેશ પરમારને મોતને ઘાટ ઉતારનાર હત્યારા રમીઝરાજા દાયમાને એવો વહેમ હતો કે, જયેશ પરમારના તેની પત્ની સાથે આડા સંબંધ છે. આથી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી દેવા માટે પૂર્વ કાવતરું રચ્યું હતું.

Latest Stories