વડોદરા : ભાયલી ગામે વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો, 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

New Update
Advertisment
  • બદલાતા સમય સાથે લોકોમાં પણ હવે જાગૃતિ આવી

  • ભાયલી ગામ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું

  • વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા કરાયું આયોજન

  • સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા

  • મહાનુભાવોએ તમામ નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા

Advertisment

વડોદરાના ભાયલી ગામ ખાતે વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગલા માંડ્યા હતા.

એક જમાનો હતોજ્યારે પટેલ સમાજના એકથી વધારે દીકરીના પિતાને બિચારા ગણવામાં આવતા હતા. જેનું મુખ્ય કારણ દીકરીના લગ્નમાં થતા ચર્ચાઓ હતું. વાત એવી હતી કેભૂતકાળમાં પટેલ સમાજની દીકરીનું લગ્ન ખૂબ જ ખર્ચાળ રહેતું હતું. દીકરીને ધામધૂમથી પરણાવવામાં પિતાને જમીન વેચવાનો વારો આવતો હતો. સમાજમાં દેખાદેખીના લીધે પણ દીકરીના લગ્નમાં અઢળક ખર્ચો કરવામાં આવતો હતો. સરવાળે દીકરીનો પિતા દેવાદાર બની જતો હતો.

પરંતુબદલાતા સમય સાથે લોકોમાં હવે જાગૃતિ આવી રહી છે. હવેપટેલ સમાજમાં પણ સમૂહ લગ્નોત્સવનો કોન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે. વડોદરા નજીકના ભાયલી ગામે છેલ્લા 52 વર્ષોથી સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે. જેમાં વાકળ સામાજિક પ્રગતિ મંડળ-સયાજીગંજના સદસ્યો દ્વારા ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયલીની પ્રગતિ વિદ્યાલયના મેદાનમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાન અરવિંદ પટેલએ જણાવ્યુ હતું કેઅન્ય દાતાઓની મદદથી આ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાકળ સામાજિક પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 13 નવયુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા છેત્યારે સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોઆમંત્રિત મહેમાનો સહિત પરિવારજનોએ નવયુગલોને નવા જીવનની સફરના આશીર્વાદ પાઠવ્યા હતા.

Latest Stories