/connect-gujarat/media/post_banners/a6943369b5129a8980394d298d669ac5525034d17b79359b34c2aee3d1a76d8b.jpg)
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસમાં આગ લાગતાની સાથે જ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડ તેમજ ટ્રાફિક પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું, જ્યાં બસમાં લાગેલી આગ પર કરજણ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ, પુનાથી અમદાવાદ જતી એસી બસમાં આગ લાગી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આ બસમાં 20 જેટલા મુસાફરો હતા. જોકે, બસના ચાલકની સતર્કતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ખાનગી બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.