Connect Gujarat
વડોદરા 

વડોદરા: ગુજરાત સંપર્ક ક્રાંતિ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફર પાસેથી મળી આવ્યો રૂ.5.35 લાખનો ચરસનો જથ્થો

છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી દિલ્હીના મુસાફર પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો રેલવે SOG એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી દિલ્હીના મુસાફર પાસેથી લાખોની કિંમતનો ચરસનો જથ્થો રેલવે SOG એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નશાનો વેપલો કરતા નશાના માફિયાઓ હવે રેલવે માર્ગનો ઉપયોગ કરી રાજ્યમાં સરળતાથી નશીલા પર્દાર્થને રાજ્યોમાં ઘુસાડી રહ્યા છે ત્યારે ગત મોડી રાતે વડોદરાના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે આવતી જતી ટ્રેનોમાંથી જતા-આવતા પેસેન્જરો પર વોચ રાખી વડોદરા રેલવે SOG પોલીસ દ્વારા તેમને ચેક કરતા હતા ત્યારે પ્લેટફોર્મ નંબર-1 પર આવેલ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ એક વ્યક્તિની તલાસી લેતા તેની પાસે રહેલ બેગમાંથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.રેલવે SOG પોલીસ દ્વારા દિલ્હીના રાઘવેન્દ્ર પાસેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવતા તેને બેકપેક સાથે છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે આવેલા પોલીસ ચોકીમાં કાયદેસરની કાર્યવાહી અર્થે પોલીસ પહેરા હેઠળ રાખવામાં આવ્યો હતો અને રાઘવેન્દ્ર પાસેથી મળી આવેલ શંકાસ્પદ પેકેટો તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા જયાં આ પેકેટ ચરસના હોવાની પૃષ્ટિ થઈ હતી જેથી રેલવે SOG પોલીસ દ્ધારા રૂ.5.35 લાખની કિેંમતનો 3.6 કિલોગ્રામ ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story