Connect Gujarat
વડોદરા 

વડોદરા : ખોડીયાર નગર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી, 3 આરોપીઓની ધરપકડ...

વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી

X

ખોડીયાર નગર નજીક જીઓ પેટ્રોલ પંપ પરની ઘટના

રાત્રિ દરમ્યાન લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી

પેટ્રોલ પંપના સંચાલકો પર હથિયારો વડે હુમલો કર્યો

ઇજાગ્રસ્ત કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

હરણી પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરાય

વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક લૂંટના ઇરાદે આવેલ સિકલીગર ટોળકીએ પેટ્રોલ પંપના સંચાલકોને માર મારતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઇરાદે સિકલીગર ટોળકી ત્રાટકી હતી. સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું,

અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, પેટ્રોલ પંપની સિલકના 80થી 90 હજારની રકમ પણ લૂંટી લેવામાં આવી હતી. જોકે, પેટ્રોલ પંપના કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી હરણી પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Next Story