100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ-અમદાવાદની એક ટીમ પરિચય અભ્યાસ માટે વડોદરા શહેરમાં આવી પહોચી હતી.
100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ રતુલ દાસના નેતૃત્વમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સુશીલકુમાર શર્માના નેતૃત્વમાં 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ-અમદાવાદની એક ટુકડી દ્વારા તા. 16થી 20 જાન્યુઆરી દરમિયાન વડોદરા શહેરના સૌથી સંવેદનશીલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે, ત્યારે પોલીસ અધિક્ષક સાથે મળીને વિસ્તાર વિશે માહિતી એકત્રિત કરી જે તે વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે બેઠક પણ યોજી હતી. વડોદરા શહેરના કુંભારવાડા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી. આમ, આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પોલીસની છબી સુધારવા અને મજબૂત બનાવવાનો અને વિસ્તારના અસામાજિક તત્વો સાથે સંબંધો સ્થાપિત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્થાનિક પોલીસને મદદ કરવાનો રહ્યો છે.