વડોદરા: પાણી પૂરી માટે બટાકા પગથી ખૂદી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ..!

ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય છે. પાણીપુરીની લારીઓ ચલાવનાર ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે.

New Update
વડોદરા: પાણી પૂરી માટે બટાકા પગથી ખૂદી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ..!

વડોદરામાં દાંડિયા બજાર રોડ ઉપર પાણીપુરીની લારી ચલાવતા બે વ્યક્તિઓ દ્વારા મસાલો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા બટાકા પગથી ખૂદી રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચટાકેદાર પાણીપુરીની લારીઓનો મોટો વ્યવસાય છે. પાણીપુરીની લારીઓ ચલાવનાર ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે. તેઓ ગંદકી વચ્ચે જ પાણીપુરીની તમામ સામગ્રી તૈયાર કરતા હોવાની હકિકત અનેકવાર સામે આવી છે. મનપા દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેની કોઇ અસર થતી નથી. અને શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણ થતું રહે છે. આ સ્થિતી વચ્ચે શહેરના દાંડિયા બજાર રોડ પર પાણીપુરીના લારીધારક દ્વારા ફૂટપાથ પર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાકા ધોતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના કારણે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. તો બીજી તરફ વીડિયો વાયરલ થતા જ લારી બંધ કરી લારીધારક ફરાર થઇ ગયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરાય હતી