Connect Gujarat
વડોદરા 

વડોદરા : સરદાર એસ્ટેટ પાસે યુવક પર સામાન્ય બોલાચાલીમાં હથિયાર વડે હુમલો, ગંભીર ઇજાઓ થતાં યુવકનું મોત

મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

X

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા યુવક પર ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા જતાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં ગંભીર ઇજાઓને પગલે યુવકનું મોત નીપજયું.વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા શાંતિનગરમાં રહેતા આદર્શ શર્મા ગઈકાલે મોડીરાતે તેમના ઘરના નાકે આવેલા જે.પી નગર સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે થઈ રહેલા ઝઘડા બાબતે મધ્યસ્થી કરવા ગયા હતા.

જ્યાં તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કરાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે મૃતકના ભાઇ અને જમાઈએ જણાવ્યું હતું કે પેટ્રોલ પુરાવીને જ્યારે આદર્શ શર્મા ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નાકે ઝઘડો થયો હોવાની બાબત ધ્યાને આવતા તે ઝઘડામાં ઓળખીતો વ્યક્તિ હોવાથી તેને છોડાવવા માટે તે વ્યક્તિના પરિવારને લઈને આદર્શ શર્મા અને તેમના ભાઈ અમન શર્મા ત્યાં પહોંચ્યા હતા.

જ્યાં બોલાચાલી ઉગ્ર થતાં અમન શર્માને માર મારવામાં આવ્યો ત્યારે આદર્શ શર્મા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતાં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આદર્શ શર્માનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જયારે મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે સાથેજ પોલીસે પણ યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપો કર્યા હતા.સમગ્ર મામલે બાપોદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધવા સહિત આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story