વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કરી અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીથી મુક્તિ અપાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાકડાના ચુલા બંધ કરાવી અને ઘરે ઘરે રાંધણગેસ પહોચાડવાની મુહિમ શરુ કરી હતી. જે મુહીમમાં રાંધણગેસના સીલીન્ડર તો પહોચી ગયા પણ ગરીબ પ્રજા પાસે સીલીન્ડર રીફીલ કરાવવાની પણ શક્તિ બચી નથી. જયારે આજે આમ આદમી પાર્ટીની મહિલાઓએ ચૂલો સાથે લાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જયારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મોંઘવારીથી મુક્તિ અપાવવાની માંગણી કરી હતી.