વડોદરા: આમ આદમી પાર્ટીનું મોંઘવારીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.

વડોદરા: આમ આદમી પાર્ટીનું મોંઘવારીના પ્રશ્ને વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર
New Update

વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ મોંઘવારી મુદ્દે જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદર્શન કરી અને મધ્યમવર્ગીય પરિવારોને મોંઘવારીથી મુક્તિ અપાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાકડાના ચુલા બંધ કરાવી અને ઘરે ઘરે રાંધણગેસ પહોચાડવાની મુહિમ શરુ કરી હતી. જે મુહીમમાં રાંધણગેસના સીલીન્ડર તો પહોચી ગયા પણ ગરીબ પ્રજા પાસે સીલીન્ડર રીફીલ કરાવવાની પણ શક્તિ બચી નથી. જયારે આજે આમ આદમી પાર્ટીની મહિલાઓએ ચૂલો સાથે લાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જયારે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મોંઘવારીથી મુક્તિ અપાવવાની માંગણી કરી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Vadodara #Protest #Aam Aadmi Party #Price #Collector #gas cylinder #application letter #Infaltion
Here are a few more articles:
Read the Next Article