વડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..!

આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો

New Update
વડોદરા : પોલીસને ચકમો આપી હથકડી સાથે જ આરોપી એસએસજી હોસ્પિટલમાંથી થયો ફરાર..!

એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી થયો ફરાર

35 વર્ષીય આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થયો

પોલીસ દ્વારા આરોપીને પાસા હેઠળ વડોદરા લવાયો હતો

આરોપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ

જાપ્તાના પોલીસકર્મીઓની કામગીરી સામે સવાલો ઉઠ્યા

વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના 35 વર્ષીય આરોપી કિરણ ઉર્ફે બાદશાહને ગત તા. 30 જાન્યુઆરીએ પોલીસ દ્વારા પાસા હેઠળ વડોદરા લાવવામાં આવ્યો હતો. જેને શારીરિક તકલીફ થતા વડોદરાની એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ આરોપીની વોર્ડ નં. 13માં સારવાર ચાલી રહી હતી. આ દરમ્યાન ગત રાત્રિએ પોલીસ કર્મચારીઓને ચકમો આપી હથકડી સાથે જ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે, ત્યારે હાલ તો ફરાર આરોપીને ગિરફ્તમાં લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ, પાસાનો આરોપી ફરાર થઈ જતાં જાપ્તાના પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.