વડોદરા : ગોલ્ડન ચોકડી નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં લાગતાં ક્લિનર ભડથું થયો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ

ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં આગ લાગતાં 18 વર્ષીય ક્લિનર ભડથું થયો હતો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

New Update
વડોદરા : ગોલ્ડન ચોકડી નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં લાગતાં ક્લિનર ભડથું થયો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ

વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક અકસ્માત બાદ ટેમ્પોમાં આગ લાગતાં 18 વર્ષીય ક્લિનર ભડથું થયો હતો, જ્યારે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન ચોકડી બ્રિજ નજીક વડોદરા-સુરત સર્વિસ રોડ ઉપર ટાઇલ્સ ભરીને જઇ રહેલા ટેમ્પોમાં અકસ્માત બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ટેમ્પોમાં સવાર 18 વર્ષનો ક્લિનર ભડથું થઇ ગયો હતો, જ્યારે બનાવની જાણ દરજીપુરા ફાયર બ્રિગેડને થતાં લાશ્કરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જ્યાં ટેમ્પોમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ટેમ્પોની આગ બુઝાયા બાદ કેબિનમાં ભડથું થઇ ગયેલા ક્લિનરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં ડ્રાઇવર સમયસૂચકતા વાપરી ટેમ્પો બહાર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.