Connect Gujarat
વડોદરા 

વડોદરા:100થી વધુ કાર ભાડે લીધા બાદ ફરાર થયેલો ગુનેગાર પોલીસને નથી મળતો,પણ વધુ કાર 13 કબ્જે કરી !

ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.

X

વડોદરામાં ભાડે લીધેલી કાર વગે કરી અનેક લોકોને ચૂનો ચોપડનાર મનીષ હરસોરા અને દિપક રૈયાણીનો પત્તો નથી. પરંતુ તેમણે ભાડે લીધેલી કાર પૈકી 20 કાર પોલીસે કબજે કરી લીધી છે. વડોદરાના ડભોઇ રોડ સોમા તળાવ નજીક રત્નદીપ ગ્રીન ખાતે રહેતો મનીષ અશોક હરસોરા ઊંચું ભાડું નક્કી કરી કાર ભાડે લીધા બાદ ભાગી છુટતા અનેક લોકો સલવાયા હતા. મનીષ અને તેનો સાગરીત દીપક રૈયાણીએ 100 થી વધુ કાર વગેરે કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

વડોદરા પોલીસ દ્વારા બંને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ તેમનો કોઈ પત્તો લાગતો નથી. આમ છતાં ટેકનિકલ સોર્સ તેમજ અન્ય માહિતીને આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જુદા જુદા વિસ્તારોમાંથી વધુ 13 કાર કબજે કરી છે.નોંધનીય છે કે, અગાઉ પણ ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.

Next Story