Connect Gujarat
વડોદરા 

વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...

કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી

વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...
X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર નજીક ગતરોજ સાંજના સુમારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી. જેમાં અનેક રેતી વહન કરતા વાહનો ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કરજણ પ્રાંત અધિકારી પણ નારેશ્વર ખાતે દોડી આવ્યા હતા, અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ પાલેજ-નારેશ્વર માર્ગ પર અકસ્માતો સર્જાયા હતા.

સર્જાયેલા અકસ્માતમાં કોઈકનો લાડકવાયો મોતના મુખમાં હોમાય ગયો હતો, તો કોઈક સુહાગનના સેંથીનું સિંદૂર ભૂસાયું હતું. જોકે, પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનના ચાલકો માતેલા સાંઢની જેમ દોડતા હોવાની પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી છે. ભૂતકાળમાં માલોદ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત બાદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ અધિકારીઓનો જાહેરમાં ઉઘડો લીધો હતો. પણ ત્યારબાદ પણ પાલેજ-નારેશ્વર માર્ગ પર સર્જાયેલા 2 અક્સ્માતમાં 2 હતભાગી કાળનો કોળિયો બની ગયા હતા. હવે, જોવાનું એ રહ્યું કે, રેતી વહન કરતા વાહન ચાલકો સામે તંત્ર કેટલા દિવસ કડકાઈ રાખશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.

Next Story