વડોદરા : તરસાલીની અમીન ખડકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

New Update
વડોદરા : તરસાલીની અમીન ખડકીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ...

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ સહીત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે FSLની ટીમને પણ તપાસમાં જોતરી છે.

વડોદરાના તરસાલી વિસ્તારમાં તળાવ સામે આવેલા અમીન ખડકીમાં રહેતા સુલોચના બહેન અમીનનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરતા ક્રાઇમ બ્રાન્ચ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તાપસ આદરી હતી. મુખ્ય માર્ગને અડીને આવેલા મકાનમાં વૃદ્ધ મહિલાની હત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિચિત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોમવારે સવારે 7 વાગ્યે નોકરે તેમને જાણ કરતા કહ્યું કે, માસીને કઈ થઇ ગયું છે. જેથી તેઓ દોડીને આવ્યા હતા. વૃદ્ધા સાથે એક છોકરી બાળપણથી જ રહેતી હોવાનું પરિચિત જણાવી રહ્યા છે. જેને પોલીસ પૂછપરછ કરવા લઈ ગઈ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો પોલીસે FSLની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત શકમંદોને પણ પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

Latest Stories