Connect Gujarat
વડોદરા 

વડોદરા : પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે કોમર્સ ફેકલ્ટી બહાર AGSUએ કર્યું મેનેજમેન્ટનું પૂતળાં દહન...

શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.

X

વડોદરાની કૉમર્સ ફેકલ્ટી ખાતે ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે મેનેજમેન્ટનું પૂતળાં દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

વડોદરા શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટનું પૂતળાં દહન કરવામાં આવ્યું હતું. એક તબક્કે પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પૂતળાં દહનના મામલે ખેંચતાણ થતાં ઉતેજના સર્જાય હતી. ચાલું વર્ષે એમ.એસ. યુનિવર્સિટીમાં F.Y. બીકોમની સીટ વધારવા માટે છેલ્લા ઘણા દિવસથી ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા V.C. અને કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવામાં આવી હતી. પરંતું આ મામલે કોઈ જ નિરાકરણ નહીં આવતા કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ બહાર મેનેજમેન્ટનું પૂતળાં દહન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ, વિરોધ પ્રદર્શન થતાં સયાજીગંજ પોલીસે 10થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.

Next Story