વડોદરા નજીક આવેલ સિંઘરોટ ગામના ખેતરમાં ભેંસના તબેલાની આડમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ATS દ્વારા દરોડો પાડી 5 શખ્સોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના છેવાડે આવેલા સિંધરોટ ગામના એક જાણીતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં આવેલા પતરાના શેડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે, તેવી બાતમી અમદાવાદ ATSને મળી હતી. જેના આધારે ગત રાત્રે ATS દ્વારા દરોડો પાડી ખેતરમાં પતરાના શેડમાં ચાલતી ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે. આ મામલે 5 શખ્સોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, ATS દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સ અને તેના મિટિરિયલની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયાની હોવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ અહીંથી અમદાવાદ, સુરત અને કચ્છમાં જથ્થો લાવવામાં તથા લઇ જવામાં આવતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.