Connect Gujarat
વડોદરા 

વડોદરા: મોદી મેજીકની અસર વચ્ચે કેસરી રંગની ખાદીની ટોપીનો ક્રેઝ, જુઓ ક્યાં બનાવાય રહી છે ટોપી

પી.એમ.નરેન્દ્ર મોદીએ પહેરેલ કેસરી ટોપીની માંગ વધતાં વડોદરામાં ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ખાસ પ્રકારની ટોપી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

X

પહેલાના જમાનાના ગાંધીજી પહેરેલ સફેદ ટોપી વિસરાય રહી છે ત્યારે હાલમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ પહેરેલ કેસરી ટોપીની માંગ વધતાં વડોદરામાં ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ખાસ પ્રકારની ટોપી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામે પ્રસિદ્ધ થયેલી સફેદ ટોપી આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ઓઝલ થઇ રહી છે . જેને બદલે હવે ખાદીમાંથી બનાવેલી ભા.જ.પ.ના સિમ્બોલવાળી કેસરી રંગની મોદી ટોપીનું ચલણ વધી રહ્યું છે . પ્રારંભિક તબક્કે ખાદી એમ્પોરિયમની બહેનો દ્વારા ૨૦૦ ટોપી તૈયાર કરાવાઇ છે . વડોદરા શહેરના આનંદપુરા ખાતે ગામ વિકાસ સંઘ - ખાદી એમ્પોરિયમ દ્વારા ખાદીમાંથી તૈયાર કરાવાયેલી મોદી ટોપી રૂ .૬૫ ના ભાવે વેચવાનું શરૂ કરાયું છે.થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સિમ્બોલવાળી પોલિએસ્ટરની કેસરી ટોપી પહેરી હતી . જેમાંથી પ્રેરણા લઈ હાથવણાટનું કામ કરતી બહેનોને સિધી રોજગારી મળે એવા આશયથી આ પ્રકારની ખાદીની ટોપી બનાવવાનું કાર્ય શરૂ કર્યું છે

Next Story