વડોદરા : “ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ” નેમ્પ્લેટવાળી કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી આવી...

હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું.

New Update
વડોદરા : “ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ” નેમ્પ્લેટવાળી કારે અડફેટે લેતા વૃદ્ધનું મોત, કારમાંથી દારૂની બોટલ મળી આવી...

વડોદરામાં હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખની કારે રસ્તે ચાલતા દંપત્તિને અડફેટે લેતા વૃદ્ધનું મોત નીપજયું હતું. તો બીજી તરફ, માંજલપુર પોલીસે કારમાં સવાર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના દિકારની દારૂની બોટલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર આવેલ ઓરો હાઇટ્સ-2માં રહેતા રાજેશ પટેલ અને પત્ની પોતાના ઘરેથી ચાલતા ચાલતા આવતા હતા. આ દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ લખેલી નેમપ્લેટવાળી પુરપાટ આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધ રાજેશ પટેલને તબીબે મૃત જાહેર કર્યા હતા. આ મામલે માંજલપુર પોલીસ તાત્કાલિક પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કારમાં સવાર 3 વ્યક્તિ જેમાં એક મહિલા અને 2 પુરુષ દારૂની મહેફિલ માણતા હતા. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા. જેમણે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક મહિલા અને અન્ય એક યુવક ફરાર થઇ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ટોળાએ જેને ઝડપી પાડ્યો હતો, તે યુવક નામે કેયુર પટેલ ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનો દીકરો હોવાનું સામે આવ્યું છે. જેની માંજલપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories