વડોદરા:કારેલીબાગમાં રાત્રી બજારમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,લોકોમાં ફેલાયો ભયનો માહોલ

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

New Update
  • અસામાજિક તત્વોનો ત્રાસ

  • રાત્રી બજારમાં કરી તોડફોડ

  • આઈસ્ક્રીમ પાર્લરમાં કરી તોડફોડ કરી મચાવ્યો આતંક

  • ઘટનાને પગલે લોકોમાં ફેલાયો ભયનો માહોલ

  • પોલીસે સીસીટીવીની આધારે શરૂ કરી તપાસ 

વડોદરાના કારેલીબાગ વિસ્તારના રાત્રી બજારમાં મોડી રાતે ચાર સશસ્ત્ર હુમલાખોરોએ તોડફોડ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.અને ભયનો માહોલ સર્જાય ગયો હતો.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રાત્રી બજારમાં આઈસ્ક્રીમ પાર્લર પર મહિલા દુકાનદાર હાજર હતી.તે દરમિયાન કેટલાક યુવકોએ પાણીપુરી ખાવાના મુદ્દે માથાકૂટ કરી હતી. ત્યારબાદ ચાર હુમલા ખોરોએ ધારિયા અને લાકડી જેવા મારક હથિયારો સાથે અપ શબ્દો ઉચ્ચારીને બૂમાબૂમ કરી દુકાનમાં તોડફોડ કરી હતી.

બનાવને પગલે પરિવાર સાથે આવેલા ગ્રાહકો તેમજ દુકાનદારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી હતી.ચાર હુમલાખોરોએ આઇસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી હતી અને મહિલા દુકાનદાર પર લાકડી વડે હુમલો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરોક્ત બનાવવા અંગે દિનેશ શર્માએ પોલીસ ફરિયાદમાં દર્જ કરાવી હતી.હરણી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ને વાયરલ થયેલા વિડિયોને આધારે તપાસ શરૂ કરી છે.

Latest Stories