Connect Gujarat
વડોદરા 

વડોદરા : 51મા બાળ મેળા અંતર્ગત “મન કી બાત” કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરાયો, વિદ્યાર્થીઓ થયા સહભાગી...

સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત નો કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

X

વડોદરા શહેરના સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 51મા બાળ મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત નો કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વડોદરા શહેરના સયાજીબાગ ખાતે આયોજિત 51મા બાળમેળાના અંતિમ દિવસે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો લાઈવ કાર્યક્રમ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. PM નરેન્દ્ર મોદીએ નારી શક્તિ પર ભાર મૂકી વિવિધ ઉદાહરણ ટાંકી મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આગામી યોજનાર શાળા કક્ષાની પરીક્ષાઓને લઈ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની પણ PM નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. સયાજી બાગ એમ્ફી થિયેટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 109મા મન કી બાત કાર્યક્રમમાં સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી સહિત સમિતિના સભ્યો, શિક્ષક સંઘના અધ્યક્ષ પિનાકીન પટેલ, આચાર્યો, અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા.

Next Story