Connect Gujarat
વડોદરા 

વડોદરા : 90 કિલો વજન અને 36 ઇંચ ઊંચાઈ ધરાવતી બાપાની પ્રતિમાનું લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ધામધૂમથી સ્વાગત કરાયું…..

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

X

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે ધામધૂમથી ગણપતિજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે વર્ષ 1939થી ચાલી આવતી પરંપરાગત રીતે મૂર્તિનું વજન 84 વર્ષથી 90 કિલો અને ઉંચાઈ 36 ઇંચ જાળવવામાં આવી છે.

સમગ્ર દેશમાં ગણેશોત્સવને લઇ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા વર્ષ 1939થી ચાલી રહી છે, ગણેશ ચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ દ્વારા મનાવવામાં આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે. છેલ્લા 84 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહી છે. પહેલાના સમયમાં નક્કી કરાયેલ ગણેશજીની પ્રતિમાનો રંગ,સાઈઝ અને વજન આજે પણ તેજ સ્થિતિમાં સ્થાપન કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિનો ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે. હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્ય ગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહી પૂજા કરવામાં આવે છે. આ મૂર્તિ ખાસ કરીને ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. જેનું આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતે ગાજતે અને શરણાઈના સુરે ભવ્ય સ્વાગત દ્વારા સ્થાપન કરવામાં આવ્યું હતું.

Next Story