Connect Gujarat
વડોદરા 

વડોદરા : દિવાળીના તહેવારોમાં 1.15 લાખ કિલો મિઠાઇ વેચશે બરોડા ડેરી, જુના વિક્રમો તુટશે

બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...

X

કોરોનાની મહામારીના કારણે બે વર્ષ સુધી તહેવારોની ઉજવણી ફીકી રહી હતી પણ ચાલુ વર્ષે તહેવારોની રંગેચંગે ઉજવણી કરાય રહી છે. બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...

વડોદરા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બરોડા ડેરીને કોરોના કાળમાં ઉત્પાદન અને વિતરણમાં મોટો ફટકો પડ્યો હતો. વીતેલા બે વર્ષના ખરાબ અનુભવને વિસરીને બરોડા ડેરી ફરી એક વખત ઉત્પાદન અને વિતરણમાં નવો વિક્રમ બનાવવા માટે જઇ રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે તહેવારોની ઉજવણી શકય બની ન હતી. બે વર્ષથી કોરોનાની મહામારી સામે ઝઝુમ્યાં બાદ હવે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. કોરોનાના કેસ ઘટી જતાં તહેવારોની ઉજવણીની મંજુરી સરકારે આપી દીધી છે. દિવાળીના પર્વને એક સપ્તાહ બાકી રહયું છે ત્યારે બજારોમાં ધુમ ઘરાકી નીકળી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી બરોડા ડેરી પણ દિવાળીને અનુલક્ષી સજજ બની છે. બરોડા ડેરીએ આ વર્ષે 1.15 લાખ કીલો વિવિધ પ્રકારની મિઠાઇનું ઉત્પાદન કર્યું છે. આ વર્ષે બરોડા ડેરી ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં વિક્રમ બનાવશે તેમ એમડી અજય જોષીએ કહયું છે.

Next Story