New Update
-
વડોદરા ભાજપનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
-
ઓલ્ડ પાદરા રોડ ખાતેની ટાગોર નગર ખાતે કરાયું આયોજન
-
ધારાસભ્ય,મેયર સહિતના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
-
સ્નેહમિલનમાં વિકાસના કામો અંગે કરવામાં આવી ચર્ચા
-
ઉપસ્થિત સૌએ એક બીજાને નૂતન વર્ષની પાઠવી શુભેચ્છા
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીનો નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં ઓલ્ડ પાદરા રોડ પર આવેલ ટાગોર નગર નગર સોસાયટીના કોમન પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી, મહાનગરપાલિકા અને અકોટા વિધાનસભાના નુતન વર્ષ સ્નેહ મિલન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ આભાર વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્ય દેસાઈ,મેયર પિન્કી સોની,ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ,ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ,શાસક પક્ષના નેતા મનોજ પટેલ,મનપાના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી તથા મહામંત્રી સત્યન ગુલાબકર,જસવંત સોલંકી તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનમાં વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ લોકોએ એક બીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
Latest Stories