New Update
/connect-gujarat/media/post_banners/68c68d68b39fbbd8657866ee20a10cea4c9fe2a0d16a8644c750b5b2fde6b3af.jpg)
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલન યોજવા માટે આવી પહોંચ્યા હતા તેઓનું એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે તેઓનું સ્વાગત કર્યું હતુ.એરપોર્ટ ખાતેથી નીકળેલી રેલી અકોટા ખાતે પહોંચી હતી જ્યાં કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. એક તરફ મેઘ મહેર થઈ રહી હતી ત્યારે ભરવરસાદમાં કાર્યકર્તા હોય ભારે ઉત્સાહભેર બાઇક રેલી કાઢી હતી.