વડોદરા: થર્ટી ફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ, ભાજપના મહિલા કાઉન્સિલરે પોલીસ સ્ટેશનમાં કર્યા ધમપછાડા,જુઓ વાયરલ વિડીયો

વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કાઉન્સીલરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ પુત્રને છોડાવવા મહિલા કાઉન્સીલરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા જેનો વિડીયો વાઇરલ થયો છે

વડોદરા: થર્ટી ફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ, ભાજપના મહિલા કાઉન્સિલરે પોલીસ સ્ટેશનમાં કર્યા ધમપછાડા,જુઓ વાયરલ વિડીયો
New Update

વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 14ના ભાજપના મહિલા કાઉન્સીલરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા બાદ પુત્રને છોડાવવા મહિલા કાઉન્સીલરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા જેનો વિડીયો વાઇરલ થયો છે

31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને ફરવા નીકળેલા વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ નં.14ના ભાજપાના મહિલા કાઉન્સિલર જેલમબહેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસીને સીટી પોલીસે ઝડપી પાડ્યો હતો. મોડી રાત્રે પોલીસ બ્રેથએનેલાઇઝરથી ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન કાઉન્સિલર પુત્ર દારૂ પીધેલી હાલતમાં જણાઇ આવતા તેને પોલીસ મથકમાં લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ અંગેની જાણ કાઉન્સિલરને થતાં પોલીસ મથકે ધસી ગયા હતા. અને પુત્ર ઉપર કેસ ન થાય તે માટે પોલીસ મથક માથે લીધું હતું. કાઉન્સિલર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જેમાં એક પોલીસ જવાનનું જેકેટ ફાટી ગયું હતું. પોલીસ મથકમાં મહિલા કાઉન્સિલરે પોલીસને જણાવ્યું કે, "દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે તમે બધા તેને ફરી વળ્યા છો દૂર હટી જાઓ તેમ કહી હોબાળો મચાવ્યો હતો" જે અંગે નો વિડીયો પણ વાયરલ થયો હતો.પુત્ર કુણાલને કસ્ટડીમાં લઇ જતા તેનો હાથ પકડતા કાઉન્સિલર પુનઃ પોલીસ ઉપર ગુસ્સે થઈ ગયા હતા. અને પોલીસને હાથ પકડતા નહીં તેમ કહી હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસ કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, "તમે દાદાગીરી કરો છો યોગ્ય નથી તમે કોર્પોરેટર છો એટલે શું થઈ ગયું" પોલીસ મથકમાં પુત્રએ પોલીસ પાણી પીવા આપતા નથી તેવી કાઉન્સિલર માતાને ફરિયાદ કરતા કાઉન્સિલર પુનઃ પોલીસ ઉપર તાડુક્યા હતા. અને પુત્રને પાણી પીવાની વ્યવસ્થા કરી આપી હતી. નોંધનીય છે કે, વોર્ડ નંબર-14ના ભાજપાના મહિલા કાઉન્સિલર જેલમબહેન ચોક્સી પોતાના દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા પુત્ર કૃણાલને છોડાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ પોલીસે કોઇ દાદ આપી ન હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#Connect Gujarat #BeyondJustNews #Vadodara #Vadodara Police #drunken #31st December #BJP woman councilor #Alcoholics #her son was arrested #celebration of 31st
Here are a few more articles:
Read the Next Article