વડોદરા : આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઈ રહેલા ભાજપના કાર્યકરનું હૃદય રોગના હુમલામાં મોત...

વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.

New Update

વડોદરાથી અયોધ્યા ખાતે 1400 જેટલા વ્યક્તિઓ શુક્રવારના રોજ આસ્થા ટ્રેન મારફતે રવાના થયા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરી તેઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અયોધ્યા ખાતે ગયેલા વ્યક્તિઓમાં વડોદરાના સુંદરપુરા ગામના માજી સરપંચ રમણ પાટણવાડીયા પણ હતા. જેઓને મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન નજીક અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો, અને તેમાં તેઓનું નિધન થયું હતું. તેઓના મૃતદેહને ખંડવા હોસ્પિટલ ખાતે લઈ જવાયું હતું, અને ત્યાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તેઓ સાથે વડોદરાના સ્થાનિક કોર્પોરેટર રાજેશ આયરે પણ હતા. જેઓ પોસ્ટમોર્ટ બાદ તેઓના પાર્થિવ શરીરને લઈ વડોદરા આવવા રવાના થયા હતા.

Latest Stories