Connect Gujarat
વડોદરા 

વડોદરા : પોતાના લગ્નપ્રસંગને લોકશાહીના મહાપર્વમાં પરીવર્તન કરી યુવાને મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો...

શહેરના કલાકાર કિશન શાહના લગ્નપ્રસંગે મતદાન જાગૃતિ સંદેશો આપતી ફુલની વિશાળ રંગોળી બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

X

વડોદરા શહેરના કલાકાર કિશન શાહના લગ્નપ્રસંગે મતદાન જાગૃતિ સંદેશો આપતી ફુલની વિશાળ રંગોળી બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વડોદરા શહેરના એક કલાકારે લગ્નપ્રસંગને લોકશાહીના મહાપર્વમાં પરીવર્તન કરી બતાવ્યો છે. પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહે પોતાના લગ્નપ્રસંગે આગામી વિધાનસભાની ચુંટણી અંતર્ગત મતદાન જાગૃતિના સંદેશને લોકો સુધી પહોચાડવા, લોકોને મતદાન માટે પ્રેરિત કરવાના આશયથી કલાકાર દ્વારા તેમના શુભ પ્રસંગ અંતર્ગત ગણેશ સ્થાપના મંગલ પ્રસંગે 'મતદાન જાગૃતિ' વિષય અંતર્ગત રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી તૈયાર થતાં 4 કલાક સુધીનો સમય લાગ્યો હતો. જેમાં 30 કિલો વિવિધ ફુલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 'MY VOTE OUR FUTURE' જેવાં સુંદર સ્લોગન સાથે રંગોળીનું સર્જન કરવામાં આવ્યું છે. વડોદરામાં મતદાન અંગે મતદારોને જાગૃત કરવા માટે તેમજ લોકશાહીને સુદ્રઢ બનાવવા મતદાનની આવશ્યકતા પર ભાર મૂકતા સુંદર સંદેશ રંગોળીના માધ્યમથી પ્રસારિત કર્યા હતો.

Next Story