-
દેશભરમાં દ્વિતીય બાળ દિવસની ઉજવણી
-
તરસાલીના મંદિરથી યોજાઈ પ્રભાતફેરી
-
ચાર સ્થળોએ બાળકોએ દ્વારા રેલી યોજાઈ
-
ધારાસભ્ય સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
-
ગ્રંથસાહેબના દર્શન સાથે લંગરનો લાભ લેતા શ્રદ્ધાળુઓ
દેશભરમાં આજે દ્વિતીય બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું.
નવી પેઢીને બાળ શહીદો વિશે જાણકારી મળે તે હેતુથી વીર બાળ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા તરસાલી સ્થિત સાઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, મ.ન.પા.ના. બીજેપીના નેતા મનોજ પટેલ,દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ સમિતિની શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા.સાહિબજાદોનું જીવન તેમનો જીવન સંદેશ દેશના પ્રત્યેક બાળક સુધી પહોંચે, તેઓ તેમાંથી પ્રેરણા લઈને દેશ માટે સમર્પિત નાગરિક બને તે ઉદ્દેશ્ય સાથે બાળદિનની ઉજવણી કરાઈ રહી છે.ત્યાર બાદ ગુરૂદ્વારા ખાતે સાહિબજાદોના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાહિબજાદોનાને લગતું ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.અને ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી.