Connect Gujarat
વડોદરા 

વડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે ભાજપ સરકારની નીતિ વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો

વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી.

X

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો

વડોદરા શહેર ગાંધીગૃહ ખાતે યોજાયેલ ધરણા અંગે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ અગાઉ પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ રાવપુરા પોલીસ તરફથી ધરણા યોજવાના કાર્યક્રમને લીલીઝંડી મળી ન હતી. તેમ છતાં વડોદરા કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારની નીતિ વિરુદ્ધ આક્રોશ દર્શાવી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જોકે રાવપુરા પોલીસે પરવાનગી મુદ્દે પ્રમુખ ઋત્વિજ જોશીની ટીંગાટોળી સાથે 20 જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી. જેનો કોંગ્રેસ પક્ષ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રાવપુરા પોલીસ મથકે ધરણા યોજી પોલીસ કમિશનરને રજૂઆત કરી કાયદા અંગે તટસ્થ રહેવા જણાવ્યું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, જાણે ફક્ત કોંગ્રેસ માટે પોલીસને આદેશ મળતા હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના 27 વર્ષના શાસનમાં પ્રજા ત્રસ્ત છે અને ભાજપ સત્તાના નશામાં મસ્ત છે. અત્રે નોંધનીય છે કે આ ધારણા પ્રદર્શન દરમિયાન માત્ર એક કોર્પોરેટર બાળુ સુર્વે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય સિનિયર નેતા અને કોર્પોરેટરની ગેરહાજરી જોવા મળતા જૂથબંધી છતી થઈ છે. અગાઉ કોર્પોરેટરના અપમાન મુદ્દે કોર્પોરેટર જૂથ નારાજ હોય નિવેડો ન આવતાં પરિસ્થિતિ યથાવત છે.

Next Story
Share it