વડોદરા : 2 મહિનામાં ત્રીજી વાર શહેરમાં પૂરનું સંકટ મંડરાયું, આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છે, ત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

New Update

વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી

શહેરમાં સતત 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું

વાહનચાલકોએ પોતાના વાહનો બચાવવા બ્રિજ પર પાર્ક કર્યા

વહીવટી તંત્ર દ્વારા વિવિધ મુદ્દે બેઠકો યોજી ચર્ચાઓ કરાય

પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું

વડોદરા પર 2 મહિનામાં ત્રીજી વાર પૂરનું સંકટ મંડરાયું છે. વિશ્વામિત્રી નદીની સપાટી ભયજનક સપાટી નજીક પહોચી છેત્યારે વિવિધ મુદ્દે બેઠકો યોજી પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

વડોદરામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. સમા-સાવલી બ્રિજ પર બંને તરફ અનેક કાર પાર્ક કરી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં ફરીથી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ગભરાટ ફેલાયો છેઅને પોતાના વાહનો બચાવવા માટે બ્રિજ ઉપર પાર્ક કરી દીધા છે. ઉલ્લેખનીય છે કેગત મહિને આવેલા પૂરમાં પણ લોકોએ આ બ્રિજ પર વાહનો પાર્ક કર્યા હતા તેમ છતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને વાહનો ખરાબ થઈ ગયા હતા. તો બીજી તરફશહેરના રાજમાર્ગો પર અવારનવાર મગર લટાર મારતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન નદીતળાવોના જળસ્તર વધતા આ ઘટનાઓમાં વધારો થાય છે. હવે માત્ર 5 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરને ધમરોળી નાખ્યું છે. તેવામાં વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છેત્યારે શહેરમાં NDRFની 2 ટીમ તૈનાત કરવામાં આવી છે.

#Gujarat #CGNews #Vadodara #Heavy Rain #flood #Water Logging
Here are a few more articles:
Read the Next Article