વડોદરા: સંસ્કારી શહેરને  ભુવા નગરીની ઓળખ મળી,મુજમહુડામાં રસ્તા પર ત્રણ મોટા ભુવા પડતા વાહન ચાલકોને હાલાકી

વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું હતું,પૂરની થપાટ માંથી ઉભા થતા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી એમ લાગી રહ્યું છે

New Update

વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના તોફાની પાણીએ પૂરગ્રસ્ત શહેર બનાવી દીધું હતું,પૂરની થપાટ માંથી ઉભા થતા શહેરીજનોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ નથી લેતી એમ લાગી રહ્યું છે,જેમાં હવે એક જ માર્ગ પર ત્રણ ભૂવા પડતા વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ સ્થિતિ સર્જાઈ છે. 

વડોદરા શહેરની પૂરની સ્થિતિએ નગરજનોને ભારે હાલાકીની સાથે મુશ્કેલીરૂપ સ્થિતિમાં મૂકી દીધા હતા,પૂરના પાણી ઓસરી ગયા બાદ લોકોનું જીવન તો રાબેતા મુજબ ધબકતું થયું છે,પરંતુ સવાર પડતાની સાથે જ જાણે શહેરવાસીઓ માટે નવી તકલીફ આવીને ઉભી રહેતી હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે,અને આવું જ કંઈક મુજમહુડાથી હનુમાન દાદાના મંદિર તરફ જતા માર્ગ પર જોવા મળ્યું છે,જેમાં આ માર્ગ પર ત્રણ ભુવા પડવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.વડોદરા મહાનગરપાલિકા શહેરીજનોને પૂરથી તો ન બચાવી શક્યું પરંતુ રોડ રસ્તાને લઈને નિષ્ફળ ગયુ હોવાની ફરિયાદ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
#Gujarat #Vadodara #roads #dilapidated roads #Pithole
Here are a few more articles:
Read the Next Article