Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળવા જતાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ..!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળવા જતાં વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન PM મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી મોદી OBCમાં જન્મ્યા ન હતાતેવી ટિપ્પણી કરી હતી. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે તેમની જાતિ OBC તરીકે જાહેર કરી હોવાની વાત કરી હતી, ત્યારે રાહુલ ગાંધીના આવા નિવેદન સામે રાજ્યભરમાં ભાજપે વળતા પ્રહારો કર્યા છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરી ડેન સર્કલ નજીક રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને ઓબીસી સમાજનું અપમાન ગણાવાયુ છે. ભાજપના કાર્યકરોએ જાહેરમાં રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પૂતળું સળગાવવા મુદ્દે પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ખેંચતાણ અને ઘર્ષણ પણ સર્જાયું હતું. આ સાથે જ રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપના કાર્યકરોએ ઉગ્ર માંગ કરી હતી.

Next Story