વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં અકસ્માત જેવા સામાન્ય બનાવમાં બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી.જે બનાવમાં પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
વડોદરા શહેરના કાલુપુરા વિસ્તારમાં ગત મોડી રાતે અકસ્માત બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા.અને હિંસક મારામારી થઈ હતી.આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.માત્ર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાવવા જેવી બાબતે બે ટોળા સામ સામે આવી ગયા હતા.જો કે ઘટના બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં એક ફરિયાદમાં પાંચ આરોપીઓ તેમજ બીજી ફરિયાદમાં સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ગુન્હો નોંધાયેલા આરોપીઓ પૈકી એક હાલ સારવાર હેઠળ છે,તો એક સગીર હોવાના કારણે તેની ધરપકડ થઈ શકે તેમ નથી. હાલ આ સ્થળે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.માત્ર અકસ્માતના કારણે આ ઘટના બની હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.