વડોદરા: કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારી,પોલીસ કાફલો દોડી આવ્યો

ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે.

New Update
વડોદરા: કોર્ટમાં આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારી,પોલીસ કાફલો દોડી આવ્યો

વડોદરા કોર્ટમાં અજાણ્યો શખ્સ આજે બંદુક લઇને ઘૂસ્યો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ સાથે ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારીની ઘટના પણ બની છે. આ ઘટના બાદ કોર્ટ પરિસરમાં વકીલ, જજ તથા અન્યની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટનાને લઇને આગામી દિવસોમાં પોલીસ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં માથાભારે સફી ફ્રુટવાલા સામેલ છે.કોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર, આજે કોર્ટ ચાલુ હતી ત્યારે ત્રીજા માળે આરોપી અને ફરિયાદી વચ્ચે મારામારીની ઘટના થઇ છે. દરમિયાન અજાણ્યો શખ્સ બંદુક લઇને આવ્યો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં વકીલ-જજ તથા ફરિયાદીની સુરક્ષાને લઇને ચિંતાજનક સવાલો ઉઠવા પામ્યા છે.

Latest Stories