/connect-gujarat/media/post_banners/11b1c565468844b1e937d0f2aa053f2e77b1c5fec93b7d1fcfef6eceae7ae447.jpg)
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાને લઈ વડોદરા જિલ્લા કલેકટરદ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જાહેર માર્ગો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દેશભરમાં દિવાળીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું બહાર પાડ્યું જે સંદર્ભમાં વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોર દ્વારા આજરોજ તે જાહેરનામા ને લઈને માહિતી આપવામાં આવી છે કે રાતના 8 થી 10 દરમિયાન ઓછા ડેસીમલ વાલા ફટાકડાઓ ફોડી શકાશે જ્યારે મોટા અવાજના ફટાકડા ફોડવા ઉપર સખત મનાઈ છે પર્યાવરણને અનુલક્ષીને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સૌ કોઈએ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધતા દર્શાવી પડશે.જાહેર માર્ગ તેમજ મોટા અવાજ ના ફટાકડા ફોડવા પર જાહેરનામા ભંગ એક્ટ મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.