સીંધરોટ ગામ નજીક મહીસાગર નદી ખાતેની ઘટના
સીંધરોટ ખાતેથી 4 યુવાનોના મૃતદેહ મળી આવ્યા
4 યુવાનોના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર
સ્થાનિક તરવૈયાઓએ ચારેય મૃતદેહને બહાર કાઢ્યા
મૃતક યુવાનો ક્યાંના રહેવાસી તે અંગે પોલીસ તપાસ
વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદી પાસેના સીંધરોટ ખાતેથી 4 યુવાનોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલા સિધરોટ ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં 4 યુવાનનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ ચારેય મૃતદેહને જોતા દોરડાથી બાંધીને નદી કિનારે લઈ આવ્યા હતા.
ત્યારબાદ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સ અને તાલુકા પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યારે હાલ તો આ યુવાનો ક્યાંના રહેવાસી છે, તે અંગેની ઓળખ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.