વડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ

New Update
વડોદરા: નંદેસરી કલકી કેમિકલ કંપનીમાં બેભાન થઈ ગયેલા કામદારનું મોત, પોલીસે તપાસ શરૂ કરી

વડોદરાના નંદેસરીની કલકી કેમિકલ કંપનીમાં ભેભાન થઈ ગયા પછી સારવાર માટે લઈ જવાયેલા કામદારનું મોત નિપજયુ હતું જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ભેટાસી વાઘ ગામના ડેરીવાલામાં રહેતો 31 વર્ષનો વિજય પરમાર નંદેશરી જીઆઇડીસીમાં આવેલા કલકી કેમિકલ કેમિકલમાં નોકરી કરે છે.ગઈ મધરાતે બેથી ત્રણ વાગ્યાના સુમારે કંપનીના ઇ.ટી.પી.વિભાગમાં અચાનક બેભાન થઈ જતા સુપરવાઇઝર હિતેન્દ્રસિંહ વાઘેલા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત નિપજયુ હતુ.આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  

Latest Stories