અમેરિકામાં ગુજરાતીનો “ડંકો” : વડોદરાની દેવાંશી વ્યાસે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીત્યું

કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસે અમેરિકામાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીતી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

New Update

કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસની અનોખી સિદ્ધિ

અમેરિકામાં વસવાટ કરી પોતાના વતનનું ગૌરવ વધાર્યું

મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024નો ખિતાબ મેળવ્યો

મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું પણ ટાઇટલ જીતી લીધું

સફળતા પાછળ પરિવારને શ્રેય આપું છું : દેવાંશી વ્યાસ

કેનેડામાં રહેતી વડોદરાની દેવાંશી વ્યાસે અમેરિકામાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઇટલ જીતી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

વડોદરા શહેરમાં જન્મેલી અને મોટી થયેલી દેવાંશી વ્યાસ હાલ કેનેડાના વેનકુવરમાં પોલીસ ઓફિસર અને ઇન્ટરનેશનલ મોડલ તરીકે કામગીરી કરી રહી છેત્યારે તાજેતરમાં અમેરિકા ખાતે યોજાયેલ સ્પર્ધામાં દેવાંશી વ્યાસે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ કેનેડા-2024 અને મિસ દીવા ઇન્ટરનેશનલ-કેનેડાનું ટાઈટલ જીત્યું હતું. એટલું જ નહીંદેવાંશી વ્યાસ પોતે પાયલોટ પણ છેઅને તેના પરિવારના અનેક સભ્યો હાલ વડોદરામાં રહે છે. પોતાની સફળતા પાછળ તે પરિવારને તેનો શ્રેય આપે છે. ઉલ્લેખનીય છે કેથોડા સમય પહેલા અમેરિકાના ન્યૂયોર્ક ખાતે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના હસ્તે દેવાંશી વ્યાસને વુમન એમ્પાપાવરમેન્ટનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.