/connect-gujarat/media/post_banners/ae9e3a846b14c913b745a9be150e6b555dff3042c61ac54ffa6f7689ec31621c.jpg)
વડોદરા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મહાનગર પાલિકા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ચાલતા પશુવાડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
સી.એમ.ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરાનું પાલિકા તંત્ર જાગ્યુ હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે તેને અટકાવવા માટે તંત્ર કામે લાગ્યું છે.વાઘોડિયા રોડ બાદ આજે સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે કાર્યવાહી હાથ ધરી હતી.શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં 11 જેટલા ઢોરવાડા આવેલા છે.ગેરકાયદેસર ઢોરવાળા સામે કાર્યવાહી કરવા પાલિકાની ટીમ પહોંચી હતી. પોલીસને સાથે રાખીને પાલિકાની ટીમે કાર્યવાહી આદરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કામગીરી પહેલા પણ ચાલતી હતી પરંતુ મુખ્યમંત્રીની સુચના મુજબ આ કાર્યવાહીને ઝડપી બનાવવામાં આવી છે. અલગ-અલગ ટીમો બનાવીને ગેરકાયદેસર ઢોરવાડા તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.