વડોદરા: "વર્લ્ડ ડાયાબીટીસ ડે" નિમિત્તે જુવેનાઇલ બાળકો માટે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

"ડાયાબીટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું" તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

20 માઇક્રોન્સ ફાઉન્ડેશન દ્વારા આજે "વર્લ્ડ ડાયાબીટીસ ડે" શનેન ધ વર્લ્ડ સ્કુલ ખાતે ડાયાબીટીસથી પીડાતા જુવેનાઇલ બાળકો માટે ડાયાબીટીસ ચેકઅપ, બ્લડ, સુગર ચેકઅપ, સાથે "ડાયાબીટીસ સાથે સારું જીવન કેવી રીતે જીવવું" તે ઉદ્દેશ્યથી સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

20 માઇક્રોન્સ ડાયાબિટીસ સેન્ટરના ફાઉન્ડર સ્વ. શ્રી ચંદ્રેશ પરીખનું હમેંશાથી એક સ્વપ્ન હતું કે, કેવી રીતે સમાજને ડાયાબીટીસની સાથે સવસ્થ અને સારું જીવન જીવતા શીખવાડાય. સ્વ. ચંદ્રેશભાઈ પરીખ દ્વારા 20 માઇક્રોન્સ ની શરૂઆત 14-11-2008માં કરવામાં આવી હતી. આજે સંસ્થામાં 150 જેટલા જુવેનાઇલ ડાયાબિટીક બાળકો અને 4850 જેટલા રજીસ્ટર્ડ મેમ્બર છે. આજરોજ જુવેનાઇલ બાળકોને પ્રોત્સાહિત કરવામાટે ડો. મોના શાહ - સિનિયર ડાયાબીટીસ નિષ્ણાત ડોકટર, દિના પટેલ - મેરેથોન રનર, ડો. શિવાંગી ધરીયા સોલંકી નેપ્રોલોજિસ્ટ, ડો. જયપ્રકાશ પુરોહિત- ઓપથોમોલોજિસ્ટ, ડો. સંજય મજમુદાર - બાળકોના રોગ નિષ્ણાત, ડો. શિવાંગી પટેલ - કાઉન્સેલર, ડો. સ્વાતિ બેન ધ્રુવ - પ્રોફેસર ન્યુટ્રીશન દ્વારા માહિતી અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. 20 માઇક્રોન્સ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત થાય એવા બાળકો માટેના મેજીક શોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેર અને ગામડાઓ માંથી 100 ઉપરાંત જુવેનાઇલ બાળકો તેમના માતાપિતા સાથે ઉપસ્થિત રહયા હતા.

#World Diabetes Day 2021 #Diabetes Day #ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ #વર્લ્ડ ડાયાબીટીસ ડે #World Diabetes Day #ડાયાબિટીસ #Connect Gujarat #20 microns foundation #Diabetes #Daibetes Day 2021 #Vadodara
Here are a few more articles:
Read the Next Article